Pages

શરમ અમને શું કામ આવે, શરમ ગરીબોને આવે !!

[પાટીદાર અનામત આંદોલન માટે અમદાવાદ ખાતે યાજોયેલ મહાક્રાંતિની રેલી હવે ગુજરાતનાં ઈતિહાસમાં લખાઈ ચુકી છે. તે દિવસે મેં આ લેખ લખ્યો છે. જેને સારો પ્રતિસાદ મળ્યો છે. જે મારી માટે પણ યાદગાર બની રહ્યો છે તા. 25મી ઓગસ્ટ, 2015]

એક ગરીબ દિવા તળે વાંચે, બાપ રોજ દારૂ પીને આવે, મા મજૂરીએ જાય. અને તે દિકરો સારી ટકાવારી લાવીને એન્જીન્યર બનશે. તેવા દુખિયા પરિવારનો દિકરો – દિકરી ભણી-ગણીને એન્જીન્યર બનશે તેવી ખોટી ઈચ્છા આ પરિવારો સેવતા નથી. અને આવી માનસિક પીડામાં દિકરો-દિકરી પણ એટલીહદે વિચાર કરવા સક્ષમ હોતા નથી. પણ જે પ્રકારે ગામડે-ગામડે સરકારી શાળાઓ વધી છે. તેને લઈને આ પ્રકારનાં બાળકોને શાળાનું સુખ મળ્યું છે. તેમાં આ બાળકોને ભણતર સાથે મિત્રતા થાય છે. આ શિક્ષણ તેમને સુખ આપે છે. આ  દિકરા – દિકરીઓ એન્જીન્યર – દાક્તર બનવા માટે ભણતાં હોતા નથી, પણ એમનાં મનમાં એક દ્રઢ વિશ્વાસ હોય છે કે આ શિક્ષણની ચોપડીઓ મારું કલ્યાણ કરશે. હવે તો શાળામાં બાળકો બપોરની ખીચડી ખાવાની લાલચમાં જાય છે.

આવી માનસિક પારિવારિક પીડા વચ્ચે પોતાને શિક્ષણ થકી આગળ લાવીને સમાજ માટે ઉદાહરણ બનેલા અનેક લોકો તમને રોડ – રસ્તે કે બે ઘડીની વાતચીતમાં મળી જશે.  આવા લોકો જ અમીર અને મધ્યમવર્ગનાં  દિકરા- દિકરીઓ માટે પ્રેરણારૂપ બને છે. આપણે જ તેમના નામે ગુણગાન ગાઈએ છીએ. જોકે સમાજમાં આવા કિસ્સા ઘણાં ઓછા હોય છે. પણ જ્યારે સામે આવે છે ત્યારે આપણને તેમની પર ગર્વ થાય છે.પણ દુ:ખની વાત એ છેકે આપણને  સિસ્ટમ પર ગર્વ થતો નથી. આપમેળે ભણી-ગણીને આગળ આવેલા લોકો પણ સિસ્ટમને લઈને કોઈ પોઝેટીવ વાત કરતાં નથી. તેનું કારણ એક  જ છેકે તેમને પણ સીધી રીતે કશુંજ મળ્યું નથી. ગરીબને પણ પોતાને ગરીબ સાબિત કરવો પડે તેવી આપણી સિસ્ટમ છે. ત્યારે અમીરો પણ રૂપિયાનાં દમે ગરીબ સાબિત થઈ જાય તેવો ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. તેવામાં સરકારી સહાય અને તેમાં હોંશિયાર ગરીબ દિકરા- દિકરીઓની નાનકડી ઈચ્છાને કોણ સાંભળે ?  

એક ગરીબ દિવા તળે વાંચે, બાપ રોજ દારૂ પીને આવે, મા મજૂરીએ જાય. અને તે દિકરો સારી ટકાવારી લાવીને એન્જીન્યર બનશે. તેની ખાત...

Posted by Vishamo.Asia on Tuesday, August 25, 2015


શિક્ષણ એક મહત્વકાંક્ષાનું હથિયાર છે અને બીજી જરૂરિયાત છે. ભણતરનું મહત્વ સમજાય જશે તો કોઈ પણ દિકરો દિકરી કમરકસીને ભણશે. ( ઉદાહરણ અબ્દુલ કલામ ) પણ વર્તમાન સમયે સવલતોનો મુદ્દો ઘણો વિચાર માંગી લે છે.

એક મધ્યમવર્ગ અને નિમ્ન-મધ્યમવર્ગનો છોકરો- છોકરી બાળપણથી ટ્યુશન લે છે. કારણ તેનું એક જ હોય છે. બાળક પાસે ઘણો ટાઈમ છે. રખડે તેના કરતાં ભણે તો સારું અને પાછો પાયો મજબૂત થાય તેવી બીજી એક ધારણાં હોય છે. શાળાનું ભણતર પૂર્ણ કરે એટલે કોલેજોનું ટેન્શન અને તેમાં ચક્કર અલગ શરૂ થાય છે. શાળા - કોલેજમાં બે ટકા ઓછા આવે એટલે અનામત પર ગુસ્સો અને કાગળીયાંની રામાયણ.

તમારે સ્વીકારી લેવું પડશે કે આપણી સિસ્ટમ ખરાબ છે. કારણ કે વર્તમાન મુજબ અનામતમાં કોઈ સુધારો થયો જ નથી. તમે પણ જાણો છો અને હું પણ જાણું છું કે સુવર્ણ અને મજબૂત જાતિઓ માટે ક્યારેય અનામત હતું જ નહીં, પણ વોટબેન્કને કારણે અનામતનો પગપેસારો લાંબો થઈ ગયો અને તેનો અર્થ જ બદલાઈ ગયો.

ભુલ કોઈ જ્ઞાતિ, જાતિ કે વર્ણની નથી, હવે સિસ્ટમે જાતેજ લોકોને અનામતની આદત પાડી દીધી છે ત્યારે અનામતમાં સંશોધન કરીને નવી વ્યવસ્થા લાવામાં આવે તે હિતાવહ છે. જેમાં દરેક વર્ગનાં ગરીબ હોંશિયાર દિકરા દિકરીઓને ભણવાનો લાભ મળે.

મારા મતે નોકરીમાં અનામત નહીં પણ સ્પર્ધા જ હોવી જોઈએ. કારણ કે પ્રાઈવેટ કંપનીઓ પણ ઈન્ટરવ્યૂં લઈને સારું વેતન આપે છે. તો પછી સરકારી તંત્રએ આ મામલે સ્પર્ધા જ  કરવી જ જોઈએ. જેમાં અનામતને કોઈ રાહત ન મળવી જોઈએ. આ મારું અંગત મંતવ્ય છે.

જે પરિવારોની  આવક ઓછી છે. તે દરેકને શિક્ષણ સતાવી રહ્યું છે. એટલે આ પરિવારો ગમે તે જ્ઞાતિ, ધર્મ, જાતિનાં હોય તે સરકારી રાહત ઈચ્છે તે સ્વાભાવિક છે. પણ વાત જ્યારે ભવિષ્યની થાપણ(અનામત)ને તૈયાર કરવાની છે.ત્યારે કોઈ કચાશ ન ચાલે. ગરીબ દિકરા-દિકરીઓ જે ભૌગોલિક, સામાજિક અને આર્થિક ત્રણેય રીતે મુશ્કેલીમાં છે. તેમની માટે હજૂય ખાસ જોગવાઈની જરૂરિયાત છે.

બાકી વર્તમાન સમયે નિમ્ન-મધ્યમવર્ગને વધારે મુશ્કેલી છે. જેણે ગાલ લાલ કરીને પણ સુખઈ રહેવાનું છે. જ્યારે મધ્યમવર્ગને બે કલાક વધારે કમાઈને પણ ચાર ખાટલાને સંભાળી રાખવાનાં છે. આ એક જ હરોળનાં બંને વર્ગને શિક્ષણને લઈને સૌથી વધારે સમસ્યા છે. તેમનાં  દિકરા- દિકરીઓને ઓછા રૂપિયે સારી કોલેજોમાં પ્રવેશ મળી જાય તો આ વર્ગ ખુશ છે. પણ નોકરી બાબતે તેમની નજરમાં જો અનામત હોય તો વાત અલગ છે.

અમુક ટીવી ચેનલોમાં તમે એક રીપોર્ટ જોયો હશે. શાળાનાં બાળકો નદી ઓળંગીને સ્કૂલે જાય છે. બાળકો માટે ક્લાસ નથી. કોલેજોમાં પુરતો સ્ટાફ નથી. હજુ પુસ્તકો આવ્યાં નથી. સેમેસ્ટર નક્કી નથી. ઉપરોક્ત મુશ્કેલીઓ શહેરી અને ગ્રામિણ સમસ્યાઓનું મિશ્રણ છે. પણ વાત જ્યારે સ્પર્ધાની આવે છે ત્યારે બીજી તરફ મુદ્દો સવલતનો પણ છે.

એક બુદ્ધિશાળી આદિવાસી (સાંકેતિક શબ્દ પ્રયોગ) છોકરો- છોકરી ભૌગોલિક અને કૌટુંબિક પરિસ્થિતિને કારણે ભણવામાં સારી ટકાવારી ન લાવી શકે, પણ તે કોલેજ માટે શહેરમાં આવશે તો આ ગુલાબની જેમ ખીલશે. એટલે તેને ઓછામાં ઓછી ટકાવારીએ પણ સારામાં સારી કોલેજમાં એડમીશન મળી જાય તો હું ખોટું માનતો નથી. આવા ગુલાબને મુક્ત રીતે ખીલવા દેવાની તક આપવી આપણી સામાજિક ફરજ છે. કોઈ એક ગુલાબ આખાંય સમાજને સુગંધિત કરી શકે. તેવી ક્ષમતા આ કઠણ જીવનમાંથી પસાર થનારા બાળકોમાં હોય છે.

ખેર, આ અનામત તો મોટી માયાજાળ છે. પણ ઉપરોક્ત વાત ઘણી સંવેદનશીલ હતી. એટલે લખી. છે બાકી અનામતમાં સંશોધન સમયની માંગ છે. અને થવું જોઈએ.

અનામત એ લોકો માટે હતું . જે ખરેખર સામાજિક અને ભૌગોલિક અને આર્થિક રીતે પછાત હતો. જોકે હવે આર્થિક રીતે નબળો વર્ગ દરેક જ્ઞાતિ, જાતિ, વર્ણમાં છે.જે મહિને 10 હજાર  કે તેનાથી થોડું વધારે કમાઈ લે છે. જે વર્તમાન સમયે આર્થિક રીતે અસક્ષમ જ કહેવાય. અપવાદ એ કે તેનો ભાઈ કે બહેન અમેરિકાથી ડોલર ન મોકલતો હોવો જોઈએ.




શાળા- કોલેજો ની ફી એટલીહદે વધી ગઈ છે. કે અનામત જ સારું લાગે. પણ શું સરકારી શાળાઓનું ભવિષ્ય આવું અંધકારમય જ રાખવાનો પ્લાન આપણો અને આપણી સરકારનો છે  ?

શહેરીજનોએ અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોએ એજ્યુકેશન સિસ્ટમ અને તેમાં પણ સરકારી શાળા – કોલેજોમાં ભણતરનું સ્તર સારું થાય તેના પર ભાર આપવો જોઈએ. પ્રાઈવેટ શાળા – કોલેજોનું કલ્ચર પોતાના યૌવનકાળમાંથી પસાર થઈ રહ્યું છે. અને હજુ આગામી વર્ષોમાં આ કલ્ચર દરેક વર્ગનું લોહી ચુસવા તૈયાર બેઠું છે.

શિક્ષણમાં અનામત છે એટલે લડી રહ્યાં છીએ, પણ આરોગ્યનું શું. અચાનક ઓપરેશન, અચાનક ભયવાહ અકસ્માત ( નો પોલિસી ) ત્યારે રડતાં પરિવારોને તમે પણ જોયા હશે અને મેં પણ જોયા છે.