Pages

આ તે શું છે ?

















તે,

કારણે કે અકારણે, પણ
રાજનીતિ જ હવે અમારો ચોતરો...

તે, 

ગમે કે ન ગમે, પણ
રાજનીતિ જ હવે અમારો ઘોંઘાટ...

તે,

થાય કે ન થાય, પણ
રાજનીતિ જ હવે અમારો ભરોસો...

તે,

મળે કે ન મળે, પણ
રાજનીતિ જ હવે અમારો સહારો...

તે,

રહે કે ન રહે, પણ
રાજનીતિ જ હવે અમારો ઈતિહાસ...


"તે" માટેની શોધે ભટકી રહેલી ઈચ્છા હજુય "તે" માટે જ ભટકી રહી છે. "તે" પામવાની દુકાનો દરેકની અલગ અલગ હશે. પણ ભૂખ્યો હજુય ભટકી રહ્યો છે. 

"તે" હવે માણસની લાલચ બની ગઈ છે. જેને લઈને સ્વાર્થ મનફાવે તેમ તેને લલચાવી રહ્યો છે. અંતે તેનું "તે" એમનું એમ રહે છે. અને સ્વાર્થ તેનું "તે" પામી લે છે. જેની માટે તેણે "તે"ની દુકાન ખોલી છે.

સમજો તો ઘણું છે આ કવિતામાં, ન સમજો તો મફત છે એમ માની આગળ વધજો...