Pages

જય હો નંદલાલ..


અંત:કરણ અધિપતિ અવતરે આઠમે,
બહ્માંડ ઝળહળે મનુ કરે જયજયકાર...

આંખ ભીનીને લાંબી કતાર મધરાતે,
આસ્થા અપારને દેવમંદિરે નંદલાલ....

કસર કોઈ રહે નહીં, વર્ષગાંઠે રે લાલ,
સદા અંત:કરણે તું રહે, સામે નંદલાલ...

દર આઠમે યાદ કરું હું તારા વેણને,
આવીશ તું યુગેયુગે કહ્યું તે નંદલાલ...

ઉત્સાહ તારા આગમને દેવ-દેવળો,
લાવ્યો ફોડી માટલી માખણ નંદલાલ..