યાત્રા અર્પે જીવન,
કાંઠે તો અંત છે.
સંઘર્ષે શીખવે પાઠ, સફળતા શીખવે સ્મિત
યાત્રા અર્પે યાદો,
કાંઠે તો અંત છે.
પ્રેમ શીખવે સાથ, મિત્ર શીખવે સ્નેહ
યાત્રા અર્પે લાગણી,
કાંઠે તો અંત છે.
હાર શીખવે જીતવું, પુસ્તકો શીખવે જીવવું
યાત્રા અર્પે જ્ઞાન,
કાંઠે તો અંત છે.