Pages

તારી નજરે

ભલે દુનિયા કરે ખરું ખોટું, પણ
તારી નજરમાં હું સાચો તો ખરું..

ભલે દુનિયા કરે ધર્મ-જાતિ, પણ
તારી પડખે હું ઉભો રહું તો ખરું..

ભલે દુનિયા કરે મારું-તારું, પણ
તારી સ્મૃતિમાં હું જીવું તો ખરું..

ભલે દુનિયા કરે પુજા-પાઠ, પણ
તારી પ્રાર્થનામાં હું રહું તો ખરું..