Pages

ભલે અમે ખારા, તમે તો શીતળ છો...

આમ શીદને બોલાવે મને તું,
ધીરેથી કહી દેને કે લલચાવું છું.

સ્પર્શીને જોવા તો દે મને,
પછી કહીશ કે હું શું વિચારું છું.

મેં તો ગુલાબને બગીચામાં જોયા,
હરતું ફરતું તો આજે શહેરમાં દીઠું.

તમે કરો શણગાર કે રહો સાદા,
નજરમાં હરહમેશ કેદ જ રહેશો.

ખારા દરિયામાં નદી ભળે તેમ,
તમે નદી જેવા શીતળ અમે ખારા.



"પ્રેમઘેલા યુવાન હૈયાને અર્પણ "