સ્વચ્છ રહો, સ્વસ્થ બનો..
મહાત્માએ અર્પેલી ચોખ્ખાઈ,
ચિમનીમાં જાણે ભરાઈ ગઈ..
ખુશબોદાર ગાંધીનાં દેશમાં,
સ્વચ્છતા જાણે ભુલાઈ ગઈ...
મુલકની મંગળકારી મટોડી,
પહાણમાં જાણે દટાઈ ગઈ...
નગર-સીમે ખીલે ગારો પૂંજો,
સ્વચ્છતા જાણે કરમાઈ ગઈ...
ગુલામીને હરાવનારી રૈયત,
ગંદવાડથી જાણે ટેવાઈ ગઈ...
ગંદકી સામે લડવાની હિંમત,
શબ્દોમાં જાણે છુપાઈ ગઈ...
ખુશબોદાર ગાંધીનાં દેશમાં,
સ્વચ્છતા જાણે ભુલાઈ ગઈ...
મુલકની મંગળકારી મટોડી,
પહાણમાં જાણે દટાઈ ગઈ...
નગર-સીમે ખીલે ગારો પૂંજો,
સ્વચ્છતા જાણે કરમાઈ ગઈ...
ગુલામીને હરાવનારી રૈયત,
ગંદવાડથી જાણે ટેવાઈ ગઈ...
ગંદકી સામે લડવાની હિંમત,
શબ્દોમાં જાણે છુપાઈ ગઈ...
