Pages

વ્યસનમ શરણંમ ગચ્છામિ

બે હાથે તાળીને મોંથી પિચકારી,
આ જોરાવર ઝેરે જિંદગી બગાડી..

જે કુળદિપકને માએ દૂધે પોષ્યો,
તે વ્યસને ચઢી મસાણને ચોંટ્યો..

ચતુર રાજાને સીમે વેરીની ફિકર,
પણ પ્રજા તો ખિસ્સે મોત લે ફરે..

મુગો રાજા હવે  ધૃત નીતિ બોલે,
પડદે દઈ બોધ ઝેર બજારે વેચે..

અધમતા હવે  આઝાદીમાં જીવે,
વ્યસને લાચાર સુજનતાને મારે...

"વ્યસન મોતનું કારણ બને, તે પહેલાં છોડી દો"