Pages

ચિકિત્સા : નિર્ધનની દશા બેહાલ

ભયદાયક ઈમારત માંહેથી,
રુગ્ણની એકધારી મૂક ચીસો....

ચિકિત્સાનાં બેશુમાર કમાલ,
કિંતુ નિર્ધનની દશા બેહાલ....

અજાણી માંદગી લમણે પડે,
ઇલાજે તિજોરીય નાની પડે...

રુગ્ણાલયે અંતિમ ઈચ્છા ફરે,
બચી જાય પ્રાણ દેવળે નમે...

ભરોસે ઇલાજ શબ્દમાં રહ્યો,
રોગશાસ્ત્રી સ્વયં રોગી થયો...