Pages

મિત્ર : તારી આંખલડી

મળે તો જગ જીત્યો, ન મળે તો જગ સૂનો...


દેહ અલગને પ્રાણ એક,
પીડા મારીને રડતી તેની આંખલડી...

ઠેકાણું અલગને બેઠક એક,
ગુમ  હુંને ખોવાતી તેની આંખલડી...

પથ અલગને મંજિલ એક,
સુખી હુંને હસતી તેની આંખલડી...

શ્રમ અલગને સામનો એક,
દુ:ખી હુંને મુંઝાતી તેની આંખલડી...

રસમ અલગને શરત એક,
બોલું હુંને થોભતી તેની આંખલડી...

આયુસ અલગને ઈચ્છા એક,
દમ હુંને બીડાતી તેની આંખલડી...