Pages

જય ગજાનંદ..જય ગજાનંદ...

ગજાનંદના દરેક ભગત માટે...

નાચે ભગત શેરી શેરી ગલી ગલી,
એ મહેમાન બનેલા ગજાનંદ જાય..

ગરજે ભગત જય ગજાનંદ ગજાનંદ,
એ મહેમાન બનેલા ગજાનંદ જાય..

વાટે ભગત હવે આવે તે વરસની
એ મહેમાન બનેલા ગજાનંદ જાય..

રડે ભગત કેમ કરીને પામશે સેવા,
એ મહેમાન બનેલા ગજાનંદ જાય..

થયો ભગત રાજી વાયદે કપિલનાં,
એ મહેમાન બનેલા ગજાનંદ જાય..

આવે ભગત દ્રારે વર્ષે વર્ષે ગણેશ
એ મહેમાન બનેલા ગજાનંદ જાય..

રાકેશ પંચાલ 'વિસામો'