Pages

નકામી...

માણસ જ્યારે ભેદ છોડી માણસ માટે લડે ત્યારે ક્રાંતિ આવે.

હવે નથી રહી કોઈ દિશા,
વર્તુળ બની જિંદગી નકામી..

શૂન્ય જેવી સ્થિતિ રહી મારી,
સહારાની એ આદત નકામી..

હરેક લડાય લડતો રહ્યો સાથે,
પણ દશા રહી કાયમી નકામી..

એક બીજાને લૂંટે સરેઆમ લોકો,
બોલો તો જાગશે તે આસ નકામી..

ખેલ ખેલતો માણસ માણસ સાથે,
જીવે છે માણસાઈ તે વાત નકામી..

આદત ઉંઘની પડી એવી ભારે કે,
સાચાની સલાહ હવે લાગી નકામી..