Pages

ભીતર...

શું બહાર શું અંદર,
વ્હાલો વસે કણમાં,
શું રામ કહે કે રહિમ,
વ્હાલો વસે ભીતર..

શું મારી શું તારી, 
રાતો જશે સરખી,
શું પુજા કરે કે ઈબાદત,
વ્હાલો જાગે ભીતર..

શું હસવું શું રડવું,
આંસુ રંગે સરખાં, 
શું પાપ જાણું કે પુણ્ય,
વ્હાલો જાણે ભીતર..