Pages

હોળી : પાછી આવશે...


જતી હોળી ફરી પાછી આવશે,
હોમેલો શેતાન વળી પાછો જાગશે...

પાપાચારનો અંત એ'દી આવશે,
જે'દી સુતેલી જનતા પાછી જાગશે..

રામરાજ્યનું સુખ કે'દી આવશે,
જે'દી પ્રજાનો રાજા પાછો જાગશે..

સ્વાર્થ છોડીને માણસ કે'દી આવશે,
જે'દી માણસાઈ માણસમાં જાગશે..

'હોળીમાં તે હોમી દો, 
જે નકામું છે, જેનાથી કોઈનું ભલું નથી..'

'નાત-જાત અને અનેક દૂષણો આજે હોમીને એક સૂરે કહીએ'

હૈપ્પી 'હોળી'