નિરાંતે ભરી લઉં શ્વાસ,
ને ઉડી જઉં આકાશમાં...
..કે હવે હું થાકી ગયો છું...
જાત-પાતની ડાહી વાત,
નથી રહ્યો હવે વિશ્વાસ...
..કે હવે હું થાકી ગયો છું...
ભવેભવ ચાલનારી ભવાઈ,
નથી રહ્યો કોઈ નટ સાચ..
..કે હવે હું થાકી ગયો છું...
ન રહ્યું અને નથી રહેવાનું,
નથી તોય કોઈ છોડવાનું...
..કે હવે હું થાકી ગયો છું....
તું રડે કે કોઈને તું રડાવે,
નથી તોય દયા મળવાની..