Pages

હાય લસણિયા હાય હાય..

એ ગઈ ગુલામીને આઝાદી આવી,
અરે સુનામી જેવી બરબાદી લાવી,
ભાઈ લસણિયાનો આ છે જમાનો,
બાપ ડો ગરીબડો રિબાવાનો,
હાય.. લસણિયા.. હાય... હાય...
ભાઈ લસણિયાનો આ છે જમાનો.. ||

એ લૂખ ગરમીમાં સેકાતી જિંદગી,
અરે રસ્તે સહિષ્ણુ બની મરવાની,
ભાઈ લસણિયાનો આ છે જમાનો,
બાપ ડો ગરીબડો ઊકળવાનો,
હાય.. લસણિયા.. હાય... હાય...
ભાઈ લસણિયાનો આ છે જમાનો... ||

એ આવી ગરીબોની સ્કીમો,
અરે મસ્ત કમાણીનો કીમિયો,
ભાઈ લસણિયાનો આ છે જમાનો,
બાપ ડો ગરીબડો છેતરાવાનો,
હાય.. લસણિયા.. હાય... હાય...
ભાઈ લસણિયાનો આ છે જમાનો.. ||

એ ખિસ્સે ભમતી ડાકણ,
અરે લોહી ચુસી જવાની,
ભાઈ લસણિયાનો આ છે જમાનો,
બાપ ડો ગરીબડો રિબાવાનો,
હાય.. લસણિયા.. હાય... હાય...
ભાઈ લસણિયાનો આ છે જમાનો.. ||

એ રોજ કપાતી રિબીનો,
કાતર એને લમણે ફરવાની,
ભાઈ લસણિયાનો આ છે જમાનો,
બાપ ડો ગરીબડો કપાવાનો,
હાય.. લસણિયા.. હાય... હાય...
ભાઈ લસણિયાનો આ છે જમાનો.. ||

એ ગરીબનો ન કોઈ માસી કે કાકો,
અરે રસ્તે રખડતો ફરવાનો,
ભાઈ લસણિયાનો આ છે જમાનો,
બાપ ડો ગરીબડો ભરાવાનો,
હાય.. લસણિયા.. હાય... હાય...
ભાઈ લસણિયાનો આ છે જમાનો... ||

એ આવતી જતી આ સરકારો,
અરે લસણિયો રે કાયમ રહેવાનો,
ભાઈ લસણિયાનો આ છે જમાનો,
બાપ ડો ગરીબડો ચુસાવાનો,
હાય.. લસણિયા.. હાય... હાય...
ભાઈ લસણિયાનો આ છે જમાનો.. ||

એ હાઈફાઈની એવી બિમારી,
અરે દરેકની ઘરની મહારાણી,
ભાઈ લસણિયાનો આ છે જમાનો,
બાપ ડો ગરીબડો લલચાવાનો,
હાય.. લસણિયા.. હાય... હાય...
ભાઈ લસણિયાનો આ છે જમાનો.. ||

એ સિનેમાનો નથી કોઈ બાપો,
અરે બકો-બકીને લઈ ઉડવાનો,
ભાઈ લસણિયાનો આ છે જમાનો,
બાપ ડો ગરીબડો બગડવાનો,
હાય.. લસણિયા.. હાય... હાય...
ભાઈ લસણિયાનો આ છે જમાનો... ||

એ સ્વાદનાં એવા રે ચસ્કા,
અરે મૂંગાને કાપી ખાવાનો..
ભાઈ લસણિયાનો આ છે જમાનો,
બાપ ડો ગરીબડો ફસાવાનો,
હાય.. લસણિયા.. હાય... હાય...
ભાઈ લસણિયાનો આ છે જમાનો..
||