Pages

એ રામનું.....

નથી રે જીવનમાં ; 
કશું રે કામનું,
રહ્યું જે મુઠ્ઠીમાં ; 
સત્ય એ રામનું...

જીવ્યો રે જગમાં ;
મારા રે ભાગનું,
મળ્યું જે મારગમાં ;
માણ્યું એ રામનું..

સુખ રે ત્યાગમાં ; 
જાણ્યું રે પાઠમાં,
દેખ્યું જે રજેરજમાં ; 
હતું એ રામનું...

આયખું રે અંતમાં ; 
ભળશે રે માટીમાં,
જીવીશ જે દુઆમાં ; 
રહેશે એ રામનું..

રામ રે ખુદમાં ;
શોધું રે નગરમાં..
ભમ્યો જે અજ્ઞાનમાં ;
જીવ્યું એ રામનું..