જીવનરેખા આપી જાણે
મર્યાદા આપી,
તો પછી જીવનને
તે કેમ લાગણી આપી...
પ્રણયરેખા આપી
જાણે બંધન આપ્યું,
તો પછી જીવનને
તે કેમ અલગ રાખ્યું...
ભાગ્યરેખા આપી
જાણે સપનું આપ્યું,
તો પછી જીવનને
તે કેમ રમતું રાખ્યું..
સંતાનરેખા આપી
જાણે આધાર દીધો,
તો પછી જીવનને
તે કેમ જાકારો દીધો..
હસ્તરેખા આપી
જાણે મારગ દીધો,
તો પછી માણસને તે કેમ લાલચ દીધી...