Pages

ન કર તું ઈશારા...

દિલ માસૂમ છે મારું, ન કર તું ઈશારા...(x2)
રહેવા દે દૂર મને, ન કર તું ઈશારા...
નથી કરવો પ્રેમ મારે, ન કર તું ઈશારા..

બાપના પૈસે લેર છોડ,
ભણી લે કોલેજમાં,
નોકરી કરીશ સારી,
તો બકી મળશે સારી..

થાય રે હાલત બુરી, જોઈ લે નિશાનીઓ (x2)
રહેવા દિલ તારું, ન દે તું પુરાવા...
નથી કરવો પ્રેમ મારે, ન કર તું ઈશારા...

પેટ્રોલની બચત કર,
પૈસાની કદર કર,
ખોટી આદત છોડીશ,
તો મા થશે રાજી..

રહી એક ઈચ્છા મારી, ઊંચે ઊડું આભમાં (x2)
સપનું જીવાડે મને, ન બાંધ તું બંધનમાં..
નથી કરવો પ્રેમ મારે, ન કર તું ઈશારા...

સમજી જા ટુંકમાં,
નથી કશું પ્રેમમાં,
પગાર હશે ભારી,
તો વટ હશે તારો

રાકેશ પંચાલ 'વિસામો'