કહેવાય છેકે ભારતીય શાંતિપ્રિય માણસ છે. અહિંસાવાદી છે. ગાંધીને માર્ગે ચાલનારો ભારતીય ખુશમિજાજી છે તે સૌકોઈ જાણે છે. અને વાત સાચી પણ છે. પણ આ શાંતિપ્રિય માણસ ખરેખર શાંત છે કે હવે શાંત રહેવાની આદત પડી ગઈ છે. અથવા તો એમ પણ બની શકે, હવે આપણે વિરોધ કરવાની દિશા જ ખોટી પકડી લીધી છે.
જે આંદોલન થયાં, તેમાંનું એક અન્ના હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન તમને યાદ હશે. શું થયું ત્યારબાદ, કશું જ નહીં. પછી બાબા રામદેવ આવ્યા, શું થયુ્ં ત્યારબાદ, કશું જ નહીં... અત્યારે અન્ના હજારે શાંત છે, કેજરીવાલ દિલ્હીથી મોદીની પાછળ પાછળ ચાલી રહ્યાં છે. બાબા રામદેવ હજી પણ ટીવી પર દેખાય છે, પણ તે પતંજલિની જાહેરાતમાં આવે છે. મોદી સાહેબ પીએમ બની ગયા છે.
'અન્ના અને બાબા'નાં આંદોલન વખતે અવાજ તો ઘણો હતો, પણ તે NOISE હતો. એટલે ટક્યો નહીં. ગાંધીનો VOICE હજી જીવંત છે. તમે ગાંધીવાદી બનો કે ન બનો, તેમાં ગાંધીની છબીને કોઈ નુકસાન થવાનું નથી. અહિંસાનાં પગલે VOICEની તાકાત એટલી જ અસરદાર રહેશે જેટલી ગાંધી વખતે હતી. હજી પણ અહિંસાના માર્ગે આંદોલન તો થાય છે, પણ તે આગળ આ માર્ગે ચાલશે જ તેની જવાબદારી ખુદ આંદોલનકર્તા પણ લેતો નથી. અને જો થાય તો પોતાની જવાબદારીમાંથી હાથ હટાવી લેવામાં સંકોચ પણ કરતો નથી.

કોઈ પણ આંદોલનનાં પ્રારંભે કહેવું શક્ય નથી, કે આ આંદોલન એક VOICE છે કે પછી NOISE, કારણ કે તેની આપણને ક્યારેય CHOICE મળતી નથી. અને મળે તો તે આંદોલન ચાલી શક્તાં નથી.
ગુજરાતે આનંદીબેન વખતે પટેલોનું અનામત આંદોલન જોયું છે. તે વખતે ગુજરાતની શું હાલત થઈ હતી. તે દરેક ગુજરાતીને ખબર છે. સરદારનાં નામ સાથે પટેલ આંદોલને ગુજરાતની દશા અને દિશા બદલી નાંખી, તેમાં આનંદીબેનની ખુરશી પણ ગઈ અને મોદીને તેની અસર પણ થઈ. હવે સવાલ ઉઠી રહ્યાં છે કે ખરેખર, આ આંદોલન પાછળ કોઈ રાજકીય ચાલ હતી. જેમાં લડાઈ અંદરની હતી. અને આનંદીબેનની ખુરશી ગઈ. હવે પટેલ આંદોલનને તમારે VOICE કહેવો છે કે NOISE, એ તમારી પર છે.
ગુલામીથી લઈને આઝાદી સુધી અને ત્યારબાદ પણ દેશમાં અનેક આંદોલન થયા, અને જે કંઈ પરિવર્તન આવ્યું. તે આંદોલન થકી જ આવ્યું. એટલે લાગે છેકે આપણે પણ માની લીધું છેકે બહેરા કાન માત્ર બોલવાથી ન સાંભળે, તેની માટે તો ઘોંઘાટ કરવો પડે. અને આ માનસિક્તાથી જ NOISE વધી રહ્યો છે. તમે એમ ન સમજતાં કે હું આંદોલનનો વિરોધી છે. આંદોલન સામાજિક ક્રાંતિ લાવે છે અને તે સમય પ્રમાણે જરૂરી પણ છે. પણ આંદોલન માટે ઉઠેલો અવાજ ખરેખર ક્રાંતિ માટે છેકે પછી લાભ લેવા. તે પાછળથી જ ખબર પડે.

અને હવે સોશિયલ મીડિયા પર નાની નાની વાતે લોકો ઉશ્કેરાય જાય છે. ગમે તેમ પોસ્ટ કરી દે છે. તે સાથે જ એવાં વાતાવરણનું નિર્માણ થઈ જાય છેકે 'દેશ અસહિષ્ણુ લાગે.' પણ ખરેખર આ VOICE નથી પણ NOISEનો નાનકડો ભાગ છે. પણ આપણને તેની CHOICE કરવા જેટલો સમય પણ મળતો નથી.
Voice અને Noise વચ્ચે ઘણું અંતર છે, પણ દેશનો યુવાન Voice બનવાને બદલે Noice તરીકે વપરાય ત્યારે દેશની દશા અને દિશા સંઘર્ષમય બને છે.
ટીવી ચેનલો અને સમાચારપત્રનો Voice જ્યારે Noise જેવો બની જાય ત્યારે સત્ય મરે છે જુઠાણું ભરબજારે વેચાય છે.
સંસદમાં જનપ્રતિનિધીઓનો Voice જ્યારે Noise બની જાય છે ત્યારે આમ પ્રજાનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાય છે.