Pages

ન શકાય...


દિલની છે આ વાત, જોજે જાહેર ન થાય,
રડતી છે આ દુનિયા, તેને હસાવી ન શકાય...
 
કરી છે મહેનત, જોજે દિલડું તૂટી ન જાય,
સમજે છે આ દુનિયા, તેને બદલી ન શકાય..
                          
વાત છે તારીમારી, જોજે કપટ રમી ન જાય,
જીદ્દી છે આ દુનિયા, તેને મનાવી ન શકાય...       
 
પ્રેમ છે નાનપણનો, જોજે જવાની છકી ન જાય,
ખોટી છે આ દુનિયા, તેને સમજી ન શકાય..
                          
શત્રુ છે અજાણ્યો, જોજે સરેઆમ લૂંટી ન જાય,
રમત છે આ દુનિયા, તેને છોડી ન શકાય...