અજાણ્યાં
પ્રવાહમાં વહી રહ્યો છું,
સ્વયંને સ્વયં
હવે શોધી રહ્યો છું..
વીતેલા દહાડાની
સરત રહી છે,
ભવિષ્યને સ્વયં
ડોહળી રહ્યો છું..
ભૂલીને ભૂતકાળ
દોડી રહ્યો છું,
વર્તમાનને સ્વયં
કોસી રહ્યો છું..
માણસને માણસ છળી
રહ્યો છે,
લાલચને સ્વયં
પોસી રહ્યો છે...
અંધારે ઉજાસ શોધી રહ્યો છું,
જીવવાને સ્વયં લડી રહ્યો છું...
ગિરદી જાણીતી જીવી રહ્યો છું,
વેચી સ્વયંને જીવાડી રહ્યો છું..