દેવળ ભાવે
ભલુંને દેવ તુજમાં
ભગત બોલે ઓછુંને
ભજે મનમાં...
પારકું લાગે
ભલુંને બૂરું તુજમાં
અદેખો જાણે
ઓછુંને બળે મનમાં...
દાન લાગે ભલુંને
તાપ તુજમાં,
ચીકણો ખર્ચે
ઓછુંને જીવે મનમાં...
સુખ લાગે ભલુંને
પીડા તુજમાં,
દુખિયો રડે
ઓછુંને હસે મનમાં...
મરણ લાગે ભલુંને
જીવ તુજમાં,
બિમાર જીવે
ઓછુંને મરે મનમાં...
તજવું લાગે
ભલુંને ભ્રમ તુજમાં,
સંસારી ભોગે
ઓછુંને ત્યાગે મનમાં..
કહેવું લાગે ભલુંને રહું તુજમાં,
વિસામો લખે ઓછુંને
રમે મનમાં...