ખોટી ગણતરીને કેવા સરવાળા,
પાપ -પુ્ણ્યનાં ગણિતને જાણ રે.
પુણ્યનો સરવાળો તારો ભારે રે,
બાદબાકીમાં પાપ તારા કેવા રે.
શાંત મને જો તું ગણે ગણિત રે,
પાપ ન જડે તને તારા સત્ય રે.
પાપે થાય રે એવા પ્રાયશ્ચિત રે,
કહે જો તું મને કરું માફ એવા રે.
કેવા પાપે તું ડરે હું ન જાણું રે,
મારા ચોપડે તારા પુણ્ય રમે રે.
જન્મ્યો ત્યારથી તું મને ભજે રે,
વગર કારણે શા માટે તું ડરે રે.
આંધળો બની પાછળ ભાગે રે,
અકારણ પોતાને દોષી માને રે.
દરેક મારા મને એવા સરખાં રે,
ખોટા કામે તું રડે, તે હું જાણું રે.
કેમ કરીને તારા આંસુ ભુલું રે,
તારા પાપ, આંસુએ ધોવાયા રે.
ખાલી હાથે તું પાછો વળીશ રે,
જેવો ગયો તેવો પાછો ફરીશ રે.
તારા દિલમાં મારો નિવાસ રે,
તારા સુખ – દુખને હું જોતો રે.
પાપ-પુણ્યમાં એવો ફસાયો રે,
વરસે મેઘ, ને તું ન ભીંજાયો રે.