Pages

ઘર હવે ઘર નથી, પણ જાણે યાદોનું સંગ્રહાલય

યાદ તો ઘણીય આવે, પણ
દિલ હવે ઢોંગ કરી શકે છે.

યાદ તો ઘણીય આવે, પણ
ઘર હવે ઘોંઘાટ સહી શકે છે.

યાદ તો ઘણીય આવે, પણ
નેટ હવે સમય લઈ શકે છે.

યાદ તો ઘણીય આવે, પણ
ચેટ હવે મજા આપી શકે છે.

યાદ તો ઘણીય આવે, પણ
ઉંઘ હવે દવા આપી શકે છે.

યાદ તો ઘણીય આવે, પણ
ફોટા હવે સ્મિત લાવી શકે છે.

યાદ તો ઘણીય આવે, પણ
ચશ્મા હવે આંસુ ઢાંકી શકે છે.

યાદ તો ઘણીય આવે, પણ
સ્પ્રે હવે મહેક ફેલાવી શકે છે.

યાદ તો ઘણીય આવે, પણ
હોટલ હવે પેટ ભરી શકે છે.

યાદ તો ઘણીય આવે, પણ
ટીવી હવે સાથ આપી શકે છે.

યાદ તો ઘણીય આવે, પણ
રંગ હવે ઉજાસ લાવી શકે છે.

યાદ તો ઘણીય આવે, પણ
પુસ્તક હવે ખુશ રાખી શકે છે.

યાદ તો ઘણીય આવે, પણ
ભક્તિ હવે શક્તિ આપી શકે છે.

યાદ તો ઘણીય આવે, પણ
ખાલીપો હવે ડરાવી શકે છે.