પ્રકૃતિ સતત
શીખવે છે, પણ
અબોલ ત્યાગીને
કોણ સમજે.
પ્રકૃતિ સતત
શીખવે છે, પણ
માણસ તો શબ્દોને
જ સમજે.
પ્રકૃતિ સતત
શીખવે છે, પણ
માણસ તો ઉપભોગ જ
સમજે.
પ્રકૃતિ સતત
શીખવે છે, પણ
માણસ તો ભુખમરો
જ સમજે.
પ્રકૃતિ સતત
શીખવે છે, પણ
માણસ તો આંકડાને
જ સમજે.
પ્રકૃતિ સતત
શીખવે છે, પણ
માણસ તો હોનારત
જ સમજે.
પ્રકૃતિ સતત
શીખવે છે, પણ
માણસ તો
દુષ્કાળને જ સમજે.
અંતે કહેનારી
પ્રકૃતિ જ સમજી,
ન બોલ તે મરે,ને
વિફરે તે ટકે.
હવે જામી છે
જાણે એવી જંગ,
ત્યાગી વિફરે, ને
ભોગી મરે..