Pages

કાળો અંગ્રેજ ન બન મારા ભાઈ..

A.C વાળી શાળાઓમાં રજા, Good Night
ગરમી સમયે બાળક પંખાને હવાલે.

ડીગ્રી બાદ યુવક બેકાર, Good Morning
કપરા સમયે યુવક બાપને હવાલે.

લગ્ન બાદ પ્રેમમાં તિરાડ, Good Wishes
ખરા સમયે પ્રેમ વકીલને હવાલે.

બાળક બાદ કમાણીની બબાલ, Good Work
પરસેવાની કમાણી ટેક્ષને હવાલે.

જવાની બાદ ઘડપણની લાચારી, Good Change
ચાકરી ટાંણે ઘડપણ પારકાને હવાલે.

જીવનભર મોક્ષ માટેની કસરત, Good Try
છુપા કુકર્મ અંતે મોક્ષદાતાને હવાલે.