Pages

નવરાઓની રાજનીતિ

નવરાઓની રાજનીતિ, બાકી વિકાસમાં,
આજે પણ અભણ હાથ જ કામે લાગે છે.

નવરાઓની રાજનીતિ,બાકી સંસદમાં,
આજે પણ બુમબરાડા જ કામે લાગે છે.

નવરાઓની રાજનીતિ, બાકી કોલેજમાં,
આજે પણ દાદાગીરી જ કામે લાગે છે.

નવરાઓની રાજનીતિ, બાકી ઈલાજમાં,
આજે પણ પરિવાર જ કામે લાગે છે.

નવરાઓની રાજનીતિ, બાકી સુરક્ષામાં,
આજે પણ કુદરત જ કામે લાગે છે.

નવરાઓની રાજનીતિ, બાકી જાગૃતિમાં,
આજે પણ કલમ જ કામે લાગે છે.

નવરાઓની રાજનીતિ, બાકી ભીડમાં,
આજે પણ બેકારી જ કામે લાગે છે.

નવરાઓની રાજનીતિ,બાકી યુવાનીમાં,
આજે પણ વ્યસન જ કામે લાગે છે.

નવરાઓની રાજનીતિ, બાકી ન્યાયમાં,
આજે પણ સમય જ કામે લાગે છે.

નવરાઓની રાજનીતિ, બાકી ઘડપણમાં,
આજે પણ ખાટલો જ કામે લાગે છે.

નવરાઓની રાજનીતિ, બાકી પુજામાં,
આજે પણ ઈચ્છાઓ જ કામે લાગે છે.

નવરાઓની રાજનીતિ, બાકી શોષણમાં,
આજે પણ માણસ જ કામે લાગે છે.