ધ્રુજે ધરા, ભાગે માણસ શોધતો ધરાનો છેડો,
જીવન મરણની દોડમાં દિસે એકલો અટુલો.
ધરા ધ્રુજાવી ભલે તું માણસને જગાડતો,
પણ સુતેલો ઉઠી જશે તેમ તું ન માનતો.
અસહ્ય યાતના બાદ પીડાથી ધ્રુજતી ધરા,
જાણે કરેલા કર્મોની સજા હવે જન પામતો.
એમ પણ મરેલો છે ધરા પર જીવતો માણસ,
આમ ધરા ધ્રુજાવીને મરેલાને કેમ ડરાવતો
!!
હૈ પ્રભુ તારી ધરા, તારા
સંતાન, તારું નિર્માણ,
પણ તોડવાનું માનવ પાસેથી જ શીખ્યો હશે.
હૈ પ્રભુ, કેવી
રીતે જોઉં, આ બરબાદીની તસ્વીરો,
ખબર છે તે પણ બરબાદી સહન કરી જ હશે.
હૈ પ્રભુ, કેવી
રીતે ગણું, આ નુકસાનીનો આંકડો,
ખબર છે તે પણ અપાર નુકસાની વેઠી જ હશે.
હૈ પ્રભુ, કેવી
રીતે કહું, તને આ બરબાદીની કહાની,
ખબર છે મને, તારી
પણ કોઈ મજબૂરી રહી જ હશે.