મને ડર છે 'જો હું જીન્સ - પેન્ટનો ત્યાગ કરીશ તો સાધુ બની જઈશ.'
સાધુ શું છે.
જ્ઞાની કહે છે કે સફેદ કપડાં પહેરે, ભગવાં કપડાં
પહેરે, એનું નામ સાધુ નહીં. આત્મદશા સાધે એ
સાધુ. તે સાથે સાધુત્વને પણ જાણી લઈએ. મારા મતે સાધુત્વ તેને જ કહેવાય જે તત્વ
ગૃહસ્થમાં ન હોઈ શકે. ગૃહસ્થ પહેલા પોતાનો વિચાર કરે, પછી પાડોશીની ચિંતા કરે અને જો શક્તિ બચી હોય તો સમાજની ચિંતા કરે.
દરેક ગૃહસ્થ તેના સ્વભાવ મુજબ ચાલે છે. સ્વભાવનો ત્યાગ કરવો તે જ સાધુત્વ તરફનું
પોતાનું પ્રયાણ છે.
કહેવાનો અર્થ એ
છેકે સાધુત્વ તે પરમશાંતિનું શરણ પામવાનું હથિયાર છે. જેને ઈશ્વર કહેવાય છે.
સાધુત્વ કોઈ પણ પામી શકે. તે માટે ખાસ પહેરવેશની જરૂર હોય તેમ હું માનતો નથી.
જીન્સ પેન્ટ પહેરીને પણ માણસ સાધુ જેવું જીવન જીવી શકે.
સાધુત્વ દેખાડો
નથી,પરંતુ આ સાધુત્વને પગલે પરમશાંતિ સુધી પહોંચી
શકાય ; દુ:ખની વાત એ છેકે સાધુત્વ આપણે સાધુમાં જ શોધીએ છીએ. પણ પોતાની અંદર રહેલા
સાધુત્વની જગાડવાની કોશિષ કરતા નથી. સાધુત્વ મારી વ્યાખ્યા મુજબ, "જરૂરી છે એટલું. જે મળશે અને જે મળ્યું છે તેમાં ઈશ્વરનો રાજીપો છે." તમારી પાસે જે જરૂરથી વધારે છે તે બીજાને આપો જેની જરૂર તેને તમારાથી સવિશેષ છે. તે ભલે પછી જ્ઞાન હોય, સમય હોય, કે દાન હોય.
ગૃહસ્થ મોટાભાગે કહે છે કે સાધુને શેની ચિંતા. શું ગૃહસ્થ જાતે સાધુત્વ ધારણ કરીને ચિંતામુક્ત ન થઈ શકે.
ગૃહસ્થ મોટાભાગે કહે છે કે સાધુને શેની ચિંતા. શું ગૃહસ્થ જાતે સાધુત્વ ધારણ કરીને ચિંતામુક્ત ન થઈ શકે.
સાધુત્વનો વિચાર
કરવો પણ સરળ નથી. આ વિચાર જ તમારી જીવનમાં પરિવર્તન આણી દે છે. તે વખતે જીન્સ
પેન્ટ કે સફેદ કાળા વસ્ત્રનો સવાલ પેદા થતો નથી. મહાત્મા ગાંધીએ જરૂરથી વધારે
કપડાંનો ત્યાગ કર્યો અને શરીર ઢાંકી શકાય તે મુજબનાં કપડાં પહેરી મહાત્મા સુધીની પોતાની યાત્રા પૂર્ણ કરી. બાપુને કોઈ બહારની વ્યક્તિએ કહ્યું ન હતું કે બાપુ સફેદ
વસ્ત્રો ધારણ કરો. તમે શોભી ઉઠશો. બાપુને તેમની અંતરઆત્માએ કહ્યું જે બાપુનાં
સાધુત્વની નિશાની છે.