Pages

જલ્દી નક્કી કર, બિંદુ મટે તું જીવી લે

તને ખબર નથી, અરે મને ખબર નથી
ચિંતાને નેવે મુકીને માણી લે મનભરી,

પરભવની ચિંતાએ, આ ભવે ન મુંઝા,
કહેશે દેખાડશે ભવેભવની કહાનીઓ.

ન ભુલ કે જે આજે છે, તે કાલે નથી.
જે મળશે તે આજ, તે કાલે રાખ હશે.

દેખાડશે પેલા પારની રંગીન દુનિયા,
મોક્ષ, માયા, પાપથી રે કેવો છુટકારો.

ન કરીશ તું લગીરે એવી ચિંતા રે સખા,
નથી ચિતા બાદ કોઈ ભવની રે ચિંતા.

જો હોય તો કેમ નથી એવો રે દાખલો,
કહે કે મુજ ને ઈશ્વર અહીં ન કર ચિંતા.

ચિતા અને ચિંતામાં બસ એક જ ફર્ક,
જલ્દી નક્કી કર બિંદુ મટે તું  જીવી લે.