Pages

અમીર ફકીર

દુનિયા બે લોકો સામે જ નમે,
એક ફકીર અને બીજો અમીર.

કાં તો તમે બધું જ ત્યાગી દો
કાં તો તમે બધું જ પામી લો.

જીવન તો એક જુગાર ભયલા,
જીતો તો જીવો નહીં તો મરો.

પહેલા હારેલો જીતે પણ ખરો,
પહેલા જીતેલો હારે પણ ખરો.

ન જીતે ન હારે તે ભુસાયો રે,
ન રમે તે અંતે તો ભુલાયો રે.

સમજીને ત્યાગ કરું તો ફકીર,
વિચારીને ભેગું કરું તો અમીર.

દિલથી ફકીર અમીરને જોયા,
દિલથી અમીર ફકીરને જોયા.

આમ ધન સાથે તેને ન જોડ,
અગણિત ફકીર છે દુનિયામાં.