Pages

ખંડેર ઘર : દિલ ભલે ઢોંગ કરે

ઘર ખંડેર બન્યું કે તમે જે જતાં રહ્યાં,
દિલ ભલે ઢોંગ કરે તમને ભુલી ગયા.

દિનરાત અશ્રુ સારતા સળગતા નયન,

દિલ જાણે થંભી ગયું હવે ભુતકાળમાં.

યાદોથી છલોછલ રે ઘરનો ખુણેખુણો,
જાણે ન રહ્યું કોઈ ઠેકાણું રે વર્તમાનમાં.

બાંધેલો સોનેરી મહેલ સપનાંની ઈંટોથી,
ન આવે તો ખોટો ઠરશે હવે  ભવિષ્યમાં.