Pages

હું આઝાદ ભારતનો હિન્દુ

હું ભારતનો આઝાદ હિન્દુ,
ગુલામ હતો જે સદીઓથી..

લૂંટાયો-ખોવાયો-વટલાયો,
ગુલામ હતો જે સદીઓથી..

ભાઈ-ભાઈ અલગ કરાયા,
ગુલામ હતો જે સદીઓથી..

ઊંચ-નીચનાં ભેદ નંખાયા,
ગુલામ હતો જે સદીઓથી...

હિન્દી બની સાવકી માતા,
ગુલામ હતો જે સદીઓથી..

ચીરહરણ સરેઆમ અનેકો,
ગુલામ હતો જે સદીઓથી...

ધર્મ-જાતિ-પરંપરા લૂંટાયા,
ગુલામ હતો જે સદીઓથી...

હિન્દુસ્તાન મારું બદલાયું,
ગુલામ હતો જે સદીઓથી...

મારા ઘરમાં જ હું ભુલાયો,
ગુલામ હતો જે સદીઓથી...

મુખે ભારેખમ તાળા લટકે,
ગુલામ હતો જે સદીઓથી...

મોટાપણાની કિંમત ચુકવી,
ગુલામ હતો જે સદીઓથી...

મારી ધરા પર મા કપાતી,
ગુલામ હતો જે સદીઓથી...

તે આઝાદ ભારતનો હિન્દુ,..
જે ગુલામ હતો સદીઓથી..