Pages

બાપુને પત્ર : માનસિક વિકાસ ઝંખે દેશ

બાપુ તમે આઝાદી અપાવી, આઝાદીને મળે હજુ સેન્ચૂરી પૂર્ણ થઈ નથી બાપુ,.. પણ જો તમે કોઈ પણ ભારતીયને પુછો કે દેશની સમસ્યા શું છે તો તમને જાણવા મળશે કે હજૂય પાણી, વીજળી દેશની વિકટ સમસ્યાઓમાંની એક છે. એ સમસ્યાઓ છોડો બાપુ હજૂય ધર્મ એક તાંતણે બંધાયો નથી. રોડ પર ડામર અને સિમેન્ટ પથરાયાં છે. વિકાસ થોડો ઘણો થયો છે પણ ગામડાં હજૂય વિકાસને ઝંખે છે. બેરોજગારી એવી છે જેવી પહેલા ગામડાંમાં હતી, હું તો કહીશ પહેલા ગામડાં સ્વનિર્ભર હતાં, ગામડાંનો ભણેલો શહેરમાં નોકરી કરી શકે પણ તેની માટે સ્થળાંતર કરવું પડે. 

અમને સરદારની યાદ હજૂય આવે છે. તમે તો અહિંસા અને સત્યનાં પુજારી રહ્યાં. અત્યારે સરદાર જેવો નેતા જોઈએ. જે ખરેખર બિનસાંપ્રદાયિક નેતા હતો. તેની નજરે દરેક સરખાં હતાં. હજૂય લઘુમતી, બહુમતી ગુંચવણ પેદા કરે છે. આંબેડકર જે લખીને ગયાં તેમાં થોડો ઘણો ફેરફાર થયો છે. પણ ભ્રષ્ટાચાર મુદ્દે કડક દાયદો લોકો ઝંખી રહ્યાં છે. અન્ના કરીને માણસ જાગ્યો હતો અને સાથે લોકો પણ જાગ્યા હતા. પણ તેનો કોઈ ફાયદો ન થયો પરંતુ એક નવી પાર્ટી આપ બની. મધ્યમ વર્ગ તમારા જેવો જ મહાન છે. બાપુ. તેને સત્તાઘારી મનફાવે તેમ વાપરે છે. જોકે આ મારો મત છે. તમે તપાસ બીજા જોડે કરાવી શકો છો. 

ભણતર હવે મોંઘુ થઈ ગયું છે. જોકે સરકારી શાળાની વાત અલગ છે. પણ અંગ્રેજી બોલનારા સાહેબ બનવું હોય તો મોંઘી શાળામાં ભણવા જવું જ પડે તેવી હાલત છે. અંગ્રેજી લોકોનાં માથે ચઢી ગઈ છે. ચાલો છોડો અંગ્રેજી તો હવે ઈન્ટરનેશનલ ભાષા બની ગઈ છે. હિન્દીની હાલત એવી જ છે જેવી તમે છોડીને ગયા હતાં. નરેન્દ્ર મોદી જેવો નેતા આવી ગયો છે. ઘણો લોકપ્રિય બની ગયો છે. વર્તમાન દેશનો વડાપ્રધાન છે. આરએસએસ રાજકીય પાંખ ભાજપ હવે સત્તામાં છે. કોંગ્રેસનો રાહુલ ગરમ થયો છે. અત્યારે પદયાત્રા કરી રહ્યો છે. બાકી નાની-મોટી પાર્ટીઓ પોતાની રાજનીતિ રમી રહી છે. 

પણ મારું દુખ એ બાબતે છે કે આઝાદી અપાવી તમે વિચાર્યું હશે કે દેશ પ્રેમભાવ, સદ્દભાવના અને ભાઈચારાથી રહેશે. પણ હવે આતંક લોકોના ઘર સુધી પહોંચી ગયો છે. આ આતંક એવો છે જે તમારી માનસિક્તાને હમમચાવી દે. દેશની અંદર જ બે ભાગ પડેલા છે. વિધર્મી એકબીજાને શંકાની નજરે જોતા હોય તેમ લાગી રહ્યું છે. એક તાંતણે બંધાયેલો મારો દેશ હવે જાણે અલગ લાગી રહ્યો છે. હજૂ આઝાદીએ સેન્ચૂરી પૂર્ણ કરી નથી તે પહેલા સારા રાજકીય- સામાજિક બોલર પોતના લાભ માટે ગુગલી નાંખી રહ્યાં છે. 

ટીવી ખુબ મનોરંજન આપી રહ્યું છે. ન્યુઝ પણ ઘણાં મનોરંજક બની રહ્યાં છે.ગરીબી પર દયા હજૂય ચાલુ છે. ખેડૂતોની સમસ્યા એ છે જે પહેલા હતી. જોકે હવે તો આઝાદ ભારત છે પણ દેશનો ખેડૂત હજૂ એટલો જ મજબૂર છે જેટલો પહેલા હતો. હજૂય ખેડૂત આત્મહત્યા કરે છે. 

ગ્લોબલ વોર્મિંગ હવે સમસ્યા બની ગઈ છે. ગમે ત્યારે વરસાદ વરસે, વાવાઝોડું આવે અને ગરમી અસહ્ય બની છે. જોકે આ તો કરેલા કરમ છે. તેની સજા છે. ઊંચી ઊંચી ઈમારતો બની ગઈ છે. રોડ સારા થઈ ગયા છે. પણ દેશ માનસિક વિકાસ માટે તરસી રહ્યો છે.

વર્તમાન સમયે ત્રીજી દુનિયાએ પગપેસારો કરી દીધો છે. લોકો મજા કરી રહ્યાં છે. મોબાઈલ આવી ગયો છે. બાપુ તમારે તો પત્ર લખવો પડતો હતો. પણ તેમ છતાં તમારો સંદેશ અસરકાર રહેતો. દેશભરમાં પ્રસરાઈ જતો. હવે તો નેતાઓ સોશ્યલ મીડીયામાં પોતાના પ્રતિભાવ આપે. અને તે પણ એવા કે વાતાવરણ ગરમ થઈ જાય. તમે ટ્રેનમાં વધુ મુસાફરી કરી છે. હવે તો હેલિકોપ્ટર અને વિમાન છે. મોટાભાગના નેતા તેમાં જ ફરે છે. છતાં ટાઈમસર પહોંચી શકતા નથી. રાજકીય પાર્ટીઓ પોતાના કાર્યકર્તાઓ વધારી રહ્યાં છે. તે માટે ખાસ અભિયાન પણ કરે છે. જોકે કાર્યકર્તાઓનો રોષ સામે આવતો રહે છે. ચૂંટણી આવે ત્યારે દેડકાકૂદ જોવા મળે. અસંતોષ નેતા પોતાની પાર્ટી છોડી બીજી પાર્ટીમાં કુદી જાય. દેશની મોટી મોટી પાર્ટીઓમાં આ બાબત સામાન્ય બની ગઈ છે. 

બાપુ તમને જાણીને આનંદ થશે કે ગુજરાતની ધૂરા મહિલાનાં હાથમાં છે. દેશમાં મહિલા સશક્તિકરણની વાતો થાય છે. પણ જ્યારે કોઈ યુવતી સાથે છેડતી કે બળાત્કાર થાય ત્યારે દેશ અવાજ ઉઠે છે. પણ આ કિસ્સા બંધ થયા નથી.

અને હા, હજૂય વરસાદ આવે તો વીજળી જતી રહે છે. અને ગૌ હત્યા સામે હજૂય ગૌરક્ષક લડી રહ્યાં છે. ગરીબ હજૂય હોટ છે. ખેડૂત હજૂય ચિંતાતુર છે. બાળકો પાછળ ભણતરનો ખર્ચ વઘી ગયો છે. હોસ્પિટલમાં સારવાર મોંઘી થઈ ગઈ છેે. રોડ સારા છે પણ પેટ્રોલ ડિઝલનાં ભાવ પાકિસ્તાન અને અન્ય નાના દેશો કરતા પણ અહીં ભારતમાં વધારે છે.

જો કે હવે લોકો બુલેટ ટ્રેનું સપનું જોઈ રહ્યાં છે. બસ સાકાર થાય તેની રાહ જોવાની છે. પણ ધર્મ બાબતે બોલવું હજૂ પણ ભારે પડી શકે. લોકો ધર્મ માટે જીવ આપી દે. ભલે સરહદે લડવા ન જાય. 

અગત્યની વાત તમને કહું બાપુ, હજૂય ભારતીય રાજનીતિ સરદાર અને ગાંધીનાં નામ વગર અશક્ય છે.