ભાઈ મનભરીને તું લૂંટજે,
જોજે લૂંટમાં કચાશ ન રહે,
હું છું, જન્મજાત લૂંટાનારો.
પહેલા પારકા લૂંટીને ગયા,
હવે પોતાના જ લૂંટવા ફરે.
કોઈ લાલચે ને રે કોઈ ભુખે,
કોઈ દગાથી ને રે કોઈ પ્રેમે.
લૂંટીને તું મુજને કેટલું લૂંટશે,
લૂંટાવાની લત મારી ભારે રે.
તે જાણીને લૂંટવા આવ્યો રે.
લૂંટારૂઓ લૂંટીને થાકી ગયા,
પરત આપીને તે જતા રહ્યાં.
કોઈ સેવાથી ને કોઈ કામથી,
કોઈ દગાથી ને કોઈ નામથી.
મનભરી લૂંટીને તું ભેગું કર,
આત્માને મારીને તું મજા કર.
દિનરાત તારા તું સરખા કર..
જાણી લે હવે તું સત્ય મારું,
લૂંટીને મને વિશ્વ થાકી ગયું,
પણ તારી લૂંટે હું હાંફી ગયો.
