તમે રહો દુ:ખી કે સુખી,
હવે તમે આઝાદ છો...
તમે કરો દાન કે લૂંટો,
હવે તમે આઝાદ છો..
તમે કરો યોગ કે ભોગ,
હવે તમે આઝાદ છો..
તમે કરો રાજ કે સેવા,
હવે તમે આઝાદ છો...
તમે હવે લડો કે મરો,
હવે તમે આઝાદ છો..
તમે હવે રડો કે હસો,
હવે તમે આઝાદ છો..
તમે હવે ઊઠો કે બેસો,
હવે તમે આઝાદ છો.
તમે બનો પુત્ર કે શત્રુ,
હવે તમે આઝાદ છો.
તમે બનો સૂર્ય કે ચંદ્ર,
હવે તમે આઝાદ છો..
તમે બનો ભય કે ભાઈ,
હવે તમે આઝાદ છો..
એક ભારતીય ક્યારેય ન ભુલે કે તે હવે આઝાદ છે અને આઝાદી જવાબદારી સાથે લાવે છે. એટલે આઝાદીને ટકાવી રાખવાની જવાબદારી દરેક ભારતીય નાગરિકની છે. જેમ ગુલામીથી છૂટકારો મેળવવા બાપદાદા ભેગા થયા અને અંગ્રેજોને લડત આપી, તેમ આ આઝાદીને સાચવી રાખવાની જવાબદારી આઝાદ ભારતીયની છે.
જ્યારે પુત્ર જવાન થાય ત્યારે મા-બાપ તેને કામ કરવાની, વિચારવાની, પોતાની રીતે રહેવાની આઝાદી આપે છે. પોતાની જવાબદારી ન સમજનારો પુત્ર જ્યારે પોતાની રીતે વર્તે ત્યારે જ ઘરમાં વિખવાદ પેદા થાય છે.
જીવનનું સુખ એક જ છે કે તમે તમારી મરજીનાં માલિક છો. તેનો અહેસાસ તમને આઝાદી કરાવે છે. આપણે આઝાદ છીએ અને રહીશું પણ કોઈનાં વિચારોના ગુલામ ન બનીએ તે જોવાની પણ આપણી જવાબદારી છે.