વરસતો વરસાદ વિકાસને પડકારતો,
મનભરી વરસીને માણસને લલકારતો...
વર્ષારાણી મહેનતે દરિયેથી ગગન ભરે,
સરકારો વહેતા પાણીનાં નિકાલને રડે...
મુંઝાયેલી વર્ષારાણી પહોંચી પ્રભુશરણ,
કહે સમયે પહોંચું તોય નથી મારી કદર...
મારા નામે નીચે રૂપિયાની જે રેલમછેલ,
દેખી હવે વિચારું મફતમાં નથી વરસવું...
સમયે ન વરસું તો માણસ કરે ફરિયાદો,
સમયે પહોંચું તો મારો પરસેવો વેડફાતો...
નયન નથી મારે ગગન ભારણે હું વરસું,
જો નયન હોત મ્હારે, માણસને ન ભીંજવું...
તંત્ર દર ચામાસે પ્રિ-મોન્શૂન એકશન પ્લાન બનાવે છે. તેની પાછળ અધધધ ખર્ચ થાય છે. વરસાદ જાણે તંત્રની પોલ ખોલવા માટે જ વરસતો ન હોય તેમ મીડીયામાં તંત્રએ કરેલા વિકાસકામોની પોલ ખોલતી ભારેખમ હેડલાઈન્સ બનતી હોય છે.
અહીં કહેવાનું મન થાય કે જે લોકોએ પન્નાલાલ પટેલની પુસ્તક માનવીની ભવાઈ અને તેના પર બનેલી ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ જોઈ હશે. તેને વરસાદનું મુલ્ય સમજવામાં મદદ મળી હશે.
ઈશ્વર પાસે નળ નથી કે આપણી જેમ ખુલ્લા મુકી દે એટલે વરસાદ પડે રાખે, માણસ માટે ઘણું સરળ છે કે નળ ચાલુ કરી દે એટલે પાણી આવે. તમે પણ જાણો છો કે માણસ પાણી પેદા કરી શકતો નથી. તે વરસાદ પર જ નિર્ભર છે.
વરસાદ ન પડે એટલે હવનો થાય, પુજાપાઠ થાય, પણ જ્યારે વરસાદ સમયસર આવી પહોંચે ત્યારે આપણે જ તૈયાર હોતા નથી. થોડા ઈંચ વરસાદમાં રોડ-રસ્તા ભરાઈ જાય છે. પ્રિ-મોન્શૂન એકશન પ્લાન કાગળ પર જ રહી જાય છે. બુદ્ધિવાન માણસને ફરિયાદો ઘણી છે પણ આ વખતે વર્ષારાણી ફરિયાદ કરી રહી છે.