ઘડિયાળને ટકોરે ચાલતી દુનિયા પાસે જાણે સમય જ નથી. સૂરજ પ્રગટેને લોકોમાં પ્રાણ રેડાય, જાણે અજાયબી શક્તિ લોકોને દોડાવી રહી હોય. સૂરજ આથમે તે સાથે જ ચાંદા મામા પ્રગટે અને દોડતું જીવન થંભી જાય. બે કાળમાં જીવતી દુનિયા પાસે સમય નથી. દિવસના કલાકો દરેક પાસે સરખાં છે તેમ છતાં સમયને લઈને દરેક વ્યક્તિ પરેશાન છે. કોઈને સમય જતો નથી તો કોઈને સમય મળતો નથી.
સમયને લઈને લોકો પાસે બહાના પણ અનેક છે.જોકે અમુક લોકો એવા પણ હોય છે કે જેમની પાસે સમય ન હોય તેમ છતાં જે્મ તેમ કરીને કોઈ ઉપાય શોધી સમય ને બમણો વાપરવાની કોશિષ કરતા હોય છે. તો બીજી તરફ એવા પણ લોકો હોય છે જેમને સમયની કોઈ કદર જ હોતી નથી. જે લોકોને સમયને વાપરવાની કોશિષ જ ન કરે, ત્યારે સમય જ તેમને વાપરી નાંખે છે.
હવે તમને મૂળ વાત પર લઈ જવાની મારી ઈચ્છા છે. મોટાભાગના ઘરે એક ફરિયાદ દરેક પત્ની કરતી હશે. આ શબ્દો દરેક પતિના કાને રમતા હશે. આ સમસ્યા મોટાભાગની પત્નીઓ અનુભવતી હશે. મારા પતિ મને સમય આપતા નથી. મારાથી તમે દૂર રહેવાની કોશિષ કરો છો. તમે તો જમી કરીને તરત જ પથારીએ પહોંચી જાવ છો. તમે તો ઘરને પણ ઓફિસ બનાવી લીધી છે. આ સિવાય પણ અનેક ફરિયાદો પત્નીની હશે.
હવે તો જમાનો બદલાયો છે. મોટા ભાગે પતિ-પત્ની કામ કરતા હોય છે. જેથી બંને તરફથી આ પ્રકારની ફરિયાદો રહેવાની. કામનો ભાર લઈને ઘરે ફરેલા પતિ-પત્નીને પથારી જ આરામ આપે.ઓફિસથી થાકેલો કે આખો દિવસ અલગ ઠેકાણે રખડેલો પતિ જ્યારે ઘરે આવે ત્યારે શાંતિ શોધે તે સ્વાભાવિક છે. પણ તે શાંતિ કેવી રીતે મેળવે છે તે ઘણું અગત્યનું છે.કોઈ ટીવીમાંથી, કોઈ પુસ્તકમાંથી, કોઈ બાળક સાથે રમીને, કોઈ પ્રેમઘેલી વાતો કરીને, કોઈ નશામાંથી પોતાને શાંત કરે છે.
જ્યારે લગ્ન તાજા હોય ત્યારે ઘરનું, બેડરૂમનું, વાતાવરણ જ કઈક અલગ રહેતુ હોય છે. ઘરનાં ખુણા પણ મજા આપતા હોય છે. ટીવીથી વધારે વાઈફને કામ કરતા જોવાની મજા આવે છે. પણ જેમ જેમ લગ્ન જીવન સમય સાથે આગળ ધપે, ખબર નહીં કેમ જવાબદારીઓના ટોપલા નીચે પ્રેમ દબાય જાય છે. જાણે જીવન એક રૂટીન બની જાય છે. દાળ,ભાત,શાક અને રોટલી.
દરેક ઘરની આ રામાયણ છે તેમ ન સમજશો. પણ જો સમયને પોતાના પ્રેમ માટે વાપરવાનું ભુલી જશો તો દામ્પત્ય જીવનમાં પ્રેમ ઢોંગ બની જશે. જે સમયને ડબલ વાપરે છે તે પરિવાર સુખી છે. સમયને ડબલ વાપરવાની મારી વ્યાખ્યા મુજબ, ઓફિસનું કામ ઓફિસ અને ઘરનું કામ ઘરે. જે વ્યક્તિ જે ઉત્સાહ સાથે ઓફિસનું કામ કરી શકે છે. તેણે એટલા ઉત્સાહ સાથે ઘર માટે પણ સમય વાપરવો જોઈએ. લોકો ઓફિસથી શરીર લઈને ઘરે આવી જાય છે, પણ તેમના વિચારો કામકાજમાં રહેતા હોય છે. તે ઘરમાં તો હોય છે પણ ઘરના સભ્યો સાથે હોતા નથી. હવે તો માણસ ત્રીજી દુનિયામાં પણ રહેતો થઈ ગયો છે. હવે માત્ર ટીવી જ મનોરંજન આપે છે તેમ નથી. હવે ત્રીજી દુનિયા એટલે કે ઈન્ટરનેટની માયાજાળ દરેક વ્યક્તિનાં ખિસ્સામાં જીવે છે.
હવે માણસ માત્ર ઓફિસ કે ઘરમાં જ વ્યસ્ત રહે તેમ નથી, હવે તે ઈચ્છે ત્યારે વ્યસ્ત થઈ જાય. કામ ન હોય તો પણ સમય પસાર કરી શકે. હવે ત્રીજી દુનિયાએ ટાઈમ પાસ અને મિત્ર વર્તુળની વ્યાખ્યા બદલી નાંખી છે. હવે રિયલ ટાઈમ મેસેજિંગ જેવા પ્લેટફોર્મે એકબીજાને ઘણાં નજીક લાવી દીધાં છે.ફોન પર ચેટ કરી લેવું એકસરખી વાત બની ગઈ છે. ઓળખીતો સામે મળે ત્યારે આંખ ફેરવી લેતો માણસ હવે ત્રીજી દુનિયામાં અજાણ્યાં લોકો માટે પ્રેમ અને સહાનુભુતિનો દિવો લઈને ફરે છે.જે માણસ પોતાના પરિવારજનોની ચિંતા ન કરે તે પણ સોશ્યલ મીડિયામાં આખા ગામને હેલો અને બાય કરીને સુવે-જાગે છે. ત્રીજી દુનિયાનો આ ખુણો કેવા ભયાનક પરિણામ લાવી શકે છે. ( અમુક રિયલ કિસ્સા ભુખ પુસ્તકમાં વાંચવા મળશે. જેનાં અલગ અલગ ચેપ્ટર વિસામોમાં ઓનલાઈન મુકવામાં આવી રહ્યાં છે. )
મારે તો એટલું જ જાણવું છેકે સમય નથી તેમ કહેનારા પાસે ખરેખર સમય નથી કે પછી બહાનાબાજી છે. આ સમય જો તમારા પરિવાર પાસેથી છિનવી તમે ત્રીજી દુનિયાને ભેટ સ્વરૂપે આપી રહ્યાં છો તમે મોટી ભુલ કરી રહ્યાં છો. બે સાથે બેઠેલા પ્રેમીપંખીડા પોતપોતાનાં મોબાઈલ સાથે વ્યસ્ત હોય તેવા પણ દ્રશ્યો તમે જોયા હશે. એક જ ઘરમાં પરિવારનાં દરેક સભ્યો રાતે જમી કરીને પોતપોતાનાં મોબાઈલમાં વ્યસ્ત હોય તેવા ફેમીલી દ્રશ્યો તમે જોયા હશે. મા-બાપ ટીવી જોઈ રહ્યાં હોય અને દિકરો કે દિકરી મોબાઈલમાં વ્યસ્ત હોય તે પણ દ્રશ્યો તમે જોયા હશે. યુવાન છોકરા છોકરીને તો જવા દો હવે પરિસ્થિત ત્યાં સુધી બગડી ગઈ છે કે કિચનમાં મા રસોઈ બનાવામાં વ્યસ્ત હોય પણ મન મોબાઈલ ચેટીંગમાં પરોવાયેલું હોય તેમ પણ બને. કામનું બહાનું કાઢીને મોબાઈલ પર રંગીન ચેટીંગ કરતા પપ્પા પણ પકડાઈ જાય જો પપ્પાની કિસ્મત ખરાબ હોય તો.
પોતાનો અંગત સમય કાઢીને સોશ્યલ મીડિયાને ભેટ સ્વરૂપે ન આપશો. નહીં તો રિયલ સંબંધોમાંથી મીઠાશ જતી રહેશે. સંબંધને ટકાવી રાખવા માટે પણ સમયની જરૂર છે. જો આ સમય તમે નહીં આપો તો ત્રીજી દુનિયાનાં દરવાજા ખુલ્લા છે. જ્યાં અનેક અજાણ્યાં લોકો એકબીજા સાથે સમય વિતાવા તૈયાર બેઠા છે. ત્યાં દરેક ભુખ્યાનું સ્વાગત છે.
[ આ લેખ ન્યૂઝ પોર્ટલ અને દૈનિક તેમજ સાપ્તાહિક ન્યુઝપેપરમાં પ્રકાશિત થઈ ચૂક્યો છે. આ લેખ ન્યુઝ ઓફ ગુજરાત, વેબ દુનિયા, શરૂઆત દૈનિક ન્યુઝપેપર અને ગૌરવવંતી ભૂમિમાં પ્રકાશિત થયો છે. જેને જોવા અહીં ક્લીક કરો. ]
સમયને લઈને લોકો પાસે બહાના પણ અનેક છે.જોકે અમુક લોકો એવા પણ હોય છે કે જેમની પાસે સમય ન હોય તેમ છતાં જે્મ તેમ કરીને કોઈ ઉપાય શોધી સમય ને બમણો વાપરવાની કોશિષ કરતા હોય છે. તો બીજી તરફ એવા પણ લોકો હોય છે જેમને સમયની કોઈ કદર જ હોતી નથી. જે લોકોને સમયને વાપરવાની કોશિષ જ ન કરે, ત્યારે સમય જ તેમને વાપરી નાંખે છે.
હવે તમને મૂળ વાત પર લઈ જવાની મારી ઈચ્છા છે. મોટાભાગના ઘરે એક ફરિયાદ દરેક પત્ની કરતી હશે. આ શબ્દો દરેક પતિના કાને રમતા હશે. આ સમસ્યા મોટાભાગની પત્નીઓ અનુભવતી હશે. મારા પતિ મને સમય આપતા નથી. મારાથી તમે દૂર રહેવાની કોશિષ કરો છો. તમે તો જમી કરીને તરત જ પથારીએ પહોંચી જાવ છો. તમે તો ઘરને પણ ઓફિસ બનાવી લીધી છે. આ સિવાય પણ અનેક ફરિયાદો પત્નીની હશે.
![]() |
| શરૂઆત દૈનિકમાં પ્રકાશિત થયેલ |
જ્યારે લગ્ન તાજા હોય ત્યારે ઘરનું, બેડરૂમનું, વાતાવરણ જ કઈક અલગ રહેતુ હોય છે. ઘરનાં ખુણા પણ મજા આપતા હોય છે. ટીવીથી વધારે વાઈફને કામ કરતા જોવાની મજા આવે છે. પણ જેમ જેમ લગ્ન જીવન સમય સાથે આગળ ધપે, ખબર નહીં કેમ જવાબદારીઓના ટોપલા નીચે પ્રેમ દબાય જાય છે. જાણે જીવન એક રૂટીન બની જાય છે. દાળ,ભાત,શાક અને રોટલી.
દરેક ઘરની આ રામાયણ છે તેમ ન સમજશો. પણ જો સમયને પોતાના પ્રેમ માટે વાપરવાનું ભુલી જશો તો દામ્પત્ય જીવનમાં પ્રેમ ઢોંગ બની જશે. જે સમયને ડબલ વાપરે છે તે પરિવાર સુખી છે. સમયને ડબલ વાપરવાની મારી વ્યાખ્યા મુજબ, ઓફિસનું કામ ઓફિસ અને ઘરનું કામ ઘરે. જે વ્યક્તિ જે ઉત્સાહ સાથે ઓફિસનું કામ કરી શકે છે. તેણે એટલા ઉત્સાહ સાથે ઘર માટે પણ સમય વાપરવો જોઈએ. લોકો ઓફિસથી શરીર લઈને ઘરે આવી જાય છે, પણ તેમના વિચારો કામકાજમાં રહેતા હોય છે. તે ઘરમાં તો હોય છે પણ ઘરના સભ્યો સાથે હોતા નથી. હવે તો માણસ ત્રીજી દુનિયામાં પણ રહેતો થઈ ગયો છે. હવે માત્ર ટીવી જ મનોરંજન આપે છે તેમ નથી. હવે ત્રીજી દુનિયા એટલે કે ઈન્ટરનેટની માયાજાળ દરેક વ્યક્તિનાં ખિસ્સામાં જીવે છે.
![]() |
| બે ભાગમાં પ્રકાશિત થયેલ |