જગતમાં દરેક માણસ ભુખ્યો છે. અને એટલે જ જીવન છે. આ ભુખ જ માણસને જીવતો રાખે છે. દરેકની ભુખ અલગ છે. જો માણસની ભુખ ન સંતોષાય તો નિરાશ થાય. કોઈને પૈસાદાર બનવાની ભુખ, કોઈને પરદેશ જવાની ભુખ, કોઈને ભણવાની ભુખ, કોઈને જિંદગી પોતાની રીતે જીવી લેવાની ભુખ, આ ભુખ જ માણસને માણસથી જુદો પાડે છે.બે એકસરખી ભુખવાળા વ્યક્તિઓ મળી જાય તો મિત્રતા આપોઆપ થઈ જાય.
જ્યારે માણસની ભુખ ખતમ થઈ જાય ત્યારે તેનામાં સંતોષ પેદા થાય છે. કોઈએ નાનપણથી પૈસાદાર થવાના સપનાં જોયા હોય અને તેની પાસે ઈચ્છાથી વધારે રૂપિયા આવી જાય તો તેની ભુખ આપોઆપ સંતોષાય તેમ બને, પરંતુ તે સાથે બીજી ભુખ પેદા થઈ શકે.
કોઈ હોંશિયાર વિધાર્થી ભણીગણીને તૈયાર થાય તે સાથે જ તેનામાં સારામાં સારી નોકરી પ્રાપ્ત કરવાની ભુખ જાગે અને જ્યારે મળી જાય ત્યારે તે સંતોષી જીવ બની જાય છે. જોકે ભારતમાં સરકારી નોકરીની ભુખ લોકોમાં વધારે છે, પણ સરકારી નોકર બની ગયા બાદ કામ કરવાની ભુખ લોકોમાં પેદા થતી નથી. ચાલો જવા દો, ફરીથી પ્રેમની ભુખ પર આવી જઈએ..
કોઈ પ્રેમીયુગલ એકબીજા સાથે લગ્ન કરવા આતુર થયું હોય અને થોડા સંઘર્ષ બાદ જો તેમના લગ્ન થઈ જાય પછી જ પ્રેમની ખરી કસોટી થાય છે. તેમનાં જીવનમાં પ્રેમ વધશે કે ઘટશે તે અમુક વર્ષોના લગ્નજીવન બાદ એકબીજા પ્રત્યે રહેલી પ્રેમની ભુખ પર નિર્ભર છે.અને જો અમુક વર્ષો બાદ કોઈ પક્ષ નિરાશ થશે તો દિલ એકાંતમાં આપોઆપ રડશે.

પ્રેમ લગ્નમાં અપેક્ષાઓ ઘણી વધારે છે. જ્યારે મા-બાપે ગોઠવેલા લગ્નમાં પ્રેમ પાછળથી ખીલે છે.લગ્નજીવનનાં પ્રારંભિક તબક્કે પતિ-પત્ની એકબીજાને ઈલ ઈલુ અને મિસુ મિસુ કહેતા હોય છે.પણ જીવન જેમ જેમ સમય સાથે આગળ ધપે છે તેમ તેમ આ ભુખ મરતી જાય છે. આ ભુખ એટલે એકબીજાને ખુશ કરવાની ભુખ, એકબીજાને મીઠી નજરથી જોવાની ભુખ, એકબીજા સાથે કલાકોનાં કલાકો પસાર કરવાની ભુખ...
ઘરમાં રોજ મળતા જમણમાં જો સ્વાદ ન હોય તોપણ માણસને મજબૂરીએ જમવું તો પડે, પણ મનથી તો સ્વાદિષ્ટ રસોઈનો ભુખ્યો જ રહેતો હોય છે. એટલે સ્વાભાવિક છે કે સ્વાદની ભુખને સંતોષવા તે સારામાં સારી હોટલમાં જશે. લગ્નજીવનમાં પ્રેમની ભુખ સદાય રહેતી હોય છે. જો દંપતી એકબીજાને સમજીને આ ભુખને સંતોષે તો ક્યારેય પતિ-પત્ની વચ્ચે કંકાશ ન થાય. લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચે રહેલા જાતીય સંબંધને હું રસોઈ જેટલી જ સામાન્ય ઘણું છું. પણ રસોઈમાં રહેલા સ્વાદને હું પ્રેમ ઘણું છું. પ્રેમીયુગલને તમે કલાકોનાં કલાકો બાગમાં વાતો કરતા જોયા હશે. આ પ્રકારે એકબીજા સાથે સમય પસાર કરવો તેમની માટે કેટલું સહજ હોય છે. કારણ કે તેમનામાં પ્રેમની ભુખ હોય છે. પણ કોઈ દંપતીએ લગ્નજીવનનો દાયકો પસાર કરી લીધો હોય તે શું કોઈ કારણ વગર બાગમાં કલાકોના કલાકો વિતાવી શકે ? ઘડપણમાં આમ બનતું હોય છે. ઘડપણ પણ નવી ભુખ પેદા કરે છે. દાદા-દાદી ઈચ્છે તો કલાકોના કલાકો બેસી શકે. તેમનામાં પ્રેમની ભુખ હોય છે. તેમને એકબીજાનાં સાથની ભુખ હોય છે.
હવે વાત કરીએ ત્રીજી દુનિયામાં પોતાની ભુખ સાથે પ્રવેશેલો માણસ બીજા માણસ પાસે શેની અપેક્ષા રાખે. મિત્રતાની, સારા વ્યવહારની, એકબીજાને સમજવાની, એકબીજાનો આદર કરવાની. રિયલ દુનિયામાં એકબીજાને ઓળખતા ત્રીજી દુનિયામાં કામ પુરતી જ વાત કરશે. પણ અસલ રોમાંચ અજાણ્યા સાથે વાત કરવાની છે. આ રોમાંચ તમને તમારી ભુખ આપે છે. હવે પ્રેમનો ભુખ્યો ત્રીજી દુનિયામાં પ્રેમને શોધે છે. જાતીય સુખ મળવું સરળ છે પણ પ્રેમ મળવો મુશ્કેલ છે. લગ્ન બાદ પણ પ્રેમની તરસ છિપાતી નથી. પ્રેમીયુગલ કલાકોના કલાકો એકબીજા સાથે વિતાવી દે છતાં જતાં જતાં એકબીજાને બોલી ઉઠે, યાર સમય જલ્દી પસાર થઈ ગયો, રોકાઈ જા..બસ બે ઘડી..
દુનિયાની નજરમાં ભલે તમે સુખી દંપતી છો.પણ પોતાને પુછો કે "શું મારા દામ્પત્ય જીવનમાં પ્રેમ સુખી છે ?"
વધુ વાંચો : સમય નથી...
દુનિયાની નજરમાં ભલે તમે સુખી દંપતી છો.પણ પોતાને પુછો કે "શું મારા દામ્પત્ય જીવનમાં પ્રેમ સુખી છે ?"
વધુ વાંચો : સમય નથી...