Pages

શીદ ને કરે આમ રે

અરે શીદ ને કરે ખોટા કામ રે,
ન મળશે અહીં તને ઇનામ રે...

અરે શીદ ને કરે દ્વાર બંધ રે,
ન મળશે અહીં તને રામ રે...

અરે શીદ ને કરે ગુમાન રે,
ન મળશે અહીં તને માન રે...

અરે શીદ ને કરે લોભ રે,
ન મળશે અહીં તને સુખ રે...

અરે શીદ ને કરે ક્રોધ રે,
ન મળશે અહીં તને પ્રેમ રે...


અરે શીદ ને કરે દુ:ખ રે,
ન મળશે અહીં તને સાથ રે...