ખાખી પહેરી તો શું થયું , હું પણ માણસ છું..
પ્રજાનો મિત્ર બની , સેવા – સુરક્ષા આપું છું..
આમ ન ડરીશ મુજથી , હું તો મિત્ર તારો છું..
અસામાજિક તત્વોને નાથવા, હું નિમાયો છું..
ખાખીધારી હું મિત્ર બની , ફરજ બજાવું છું...
જીવ દાવે લગાવી , શાંતિને કાયમ રાખું છું...
પરિવારે-પ્રસંગે-તહેવારે ,હું ગેરહાજર છું...
છોડીને સુખ હું ,પ્રજાની સેવામાં લાગ્યો છું..
શાંતિ-સુરક્ષા-સેવા માટે, તૈયાર માણસ છું..
કોઈ ખાખીધારી નામ લજવે, હું શરમાવું છું..

પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ સર્જાય તે માટે અનેક પ્રયાસો થઈ રહ્યાં છે. તે દિશામાં આ મારો નાનકડો પ્રયાસ છે.