તારી કુખેથી લઈને મારી ચિતા સુધી..
મારા પહેલા શ્વાસથી લઈ અંત સુધી..
મારી યાત્રામાં તારા અનેક કિરદારો..
મારી ઈચ્છામાં તારા અનેક બલિદાનો..
મારી જીતમાં તારા દિલની ખુશાલી...
મારી ભુલમાં તારા દિલનો પસ્તાવો..
તારી યાદોમાં મારું રમતું બાળપણ..
મારી યાદોમાં તારું જીવતું જીવન...
તારી યાત્રામાં સાથ મારો પલભરનો..
મારી યાત્રામાં સાથ તારો અંતસુધીનો..
