Pages

પિતા : દરેક ઘરનો યોગી

પિતા મારે મન યોગી રે,
સંસારમાં રહેતા તપ કરે,
ચુપ રહીને મને ખુશ કરે...

પિતા મારે મન ધની રે,
તેમનું દઈ મને રાજી કરે,
બચત કરી પૈસો જમા કરે..

પિતા મારે મન નાયક રે,
દુ:ખને ખમીને સુખી કરે,
જગ સામે લડી રક્ષણ કરે..

પિતા મારો દોસ્તદાર  રે,
જરૂરતે પહેલા મદદ કરે,
સફળતાએ મને દુલાર કરે..