Pages

હું નેતા

જીત્યો છું ચૂંટણી, ખ્યાલ મને દરેક પળ
બન્યો છું સેવક, જીવન હવે મારું અર્પણ...

મતદારોનાં ભરોસે, કાર્યકર્તાને સહારે...
બદલવું છે જીવન, લાવવું છે પરિવર્તન..

દરેક ઘરનાં સ્વપ્ન, દરેક જણની સેવા,
કરવાને હું આવ્યો, જીતાડવાને હું આવ્યો...

સફેદ મારા વસ્ત્રો, ન કામ મારા કાળા,
વાણી મારી મીઠી, ન ખોટી મારી વાતો..

ન કોઈ મને લાલચ, ન કોઈ મને  ભેદ,
ન કોઈ મને  ઈચ્છા, ન કોઈ મને  ડર...

ન ગમે મને સત્તા, ન ગમે મને  તારીફ,
કરવી છે મારે સેવા, હોમવું  છે જીવન..

જો દેશને આવો નેતા મળે, તો દેશનું કલ્યાણ થાય, લોકશાહીમાં પ્રજા નેતાને ચૂંટે છે, પરંતુ ચૂંટણી બાદ નેતાનું જીવન બદલાય છે પણ વોટ આપનારો ગત ચૂંટણી વખતે જે રીતે લાઈન ઊભો હતો તે પાંચ વર્ષ બાદ પણ તે લાઈનમાં ઊભો હશે. તેનાં જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું છે તે પોતે જાણે, પણ હા. એક વાત ચોક્કસ છે. તેનો ભાર વધી ગયો હશે. લોકશાહીમાં વિકલ્પ હોવા જરૂરી છે. પણ જ્યારે પ્રજા પાસે કોઈ વિકલ્પ ન બચે, ત્યારે મતદારની હાલત કરૂણ થઈ જાય છે.

વર્તમાન સમયે નેતાગીરી કોને કરવી નથી. દરેકને કરવી છે. પણ નેતાગીરી માત્ર સેવાથી નથી થતી, તે કરૂણ સત્ય છે. તે માટે વગ અને રૂપિયો હવે કડવું સત્ય બની ગયો છે. તેવી પરિસ્થિતિમાં વગવાળા જીતે તેમાં કોઈ નવાઈ નથી. કાર્યકર્તા એક દિ મારો આવશે તે સ્વપ્ને પક્ષને વફાદાર રહી કામ કરતો જાય છે, પરંતુ અંતે નિરાશા તેને પક્ષપલટો કરવા મજબૂર કરી દે છે.  જ્યાં નેતા ત્યાં મારો કાર્યકર અને આમ  જ ચાલ્યાં કરે છે. આ કવિતા પોઝેટીવ છે. દરેકનું સ્વપ્ન છે. એક દિ' મારા દેશનો, મારા રાજ્યનો, મારા તાલુકાનો ,મારા ગામનો, મારા જિલ્લાનો નેતા આવો હશે, પણ શું ?. વિચાર કરવાની થઈ જશે. જ્યાં સુધી હકારાત્મકતા હાથ નહિં લબાવે ત્યાં સુધી નકારાત્મકતા વધશે...