Pages

છાપખાનું

દિલ ખોલીને હું કહીશ ખોટું ન લગાડતાં..
વાત કડક છે મારી મન પર ન લાવતાં....

હવે કલમ નથી,ને શાહી નથી,
હવે પટલ છે, ને કળપટ છે...

હવે રૈયત નથી,ને ઊભરો નથી,
હવે અગ્રણી છે, ને કાર્યકર છે...

હવે નાદ નથી,ને જ્ઞાન નથી,
હવે નવાઈ છે, ને વિવરણ છે...

હવે તાસ નથી,ને બૂજ નથી.
હવે વીજળીકબળ છે, ને સૂર છે...

હવે તલપ નથી,ને ચાહ નથી.
હવે વસીલો છે, ને કોડ છે...

હવે પોથી નથી,ને લક્ષ નથી,
હવે સટ છે, ને પેચ છે...

હવે બોલ નથી,ને કિત્તો નથી,
હવે ખાનું  છે, ને ઉપરી છે...

હવે તફસીલ નથી,ને ઘાટ નથી,
હવે અખાડો છે, ને લત્તો છે...

હવે ભૂપ નથી,ને સમૂહ નથી,
હવે ઇંતેખાબ છે, ને જાળ છે..