કાલે તે ચંપલ ઘસતાં હતાં,
આજે અમે ચંપલ ઘસીએ,
ખબર ન હતી કે આમ થશે,
રોજ આમ નમવાનું થશે,
વાયદાને વાતો લોભામણી હતી,
ખબર ન હતી ત્યારે ચૂંટણી હતી....
લોકશાહીની મારી એ તલવાર,
ચૂંટણી ટાંણે વપરાતું મારૂ હથિયાર,
ખબર ન હતી કે આમ વપરાઈ જશે....
વગર વિચારે લોભને લાલચે,
એ દિવસે આમ તેમ વગર વિચારે,
વાપર્યો મેં મારો મત્તાધિકાર....
કહ્યું હતું, સાભળ્યું હતું, જાણ્યું હતું
લાવો તમારી પ્યારી સરકાર,
લોકશાહીમાં મત છે એક હથિયાર,
ત્યારે તો દરેક સરખા લાગે,
મીઠા લાગે, પ્યારા લાગે,
ભોળા અમારા જેવા આદમી લાગે.....
છેવટે રમત તેમની આ રમી ગયા,
ધર્મ, જાતિથી અલગ કરી ગયા,
અવનવી લાલચ આપી આપીને,
શામ,દામ,દંડ ભેદ વાપરીને,
હથિયાર અમારું વાપરી ગયા,
