Pages

તમે ઘણાં કાચા છો...

રૂપાળા તમે બહું ભોળા છો,.
પણ લાગણી સમજવામાં ઘણાં કાચા છો...

અવાજે તમે બહું તીણા છો,.
પણ શબ્દ સમજવામાં ઘણાં કાચા છો...

સ્વભાવે તમે બહું મીઠા છો,.
પણ મિત્રતા સમજવામાં ઘણાં કાચા છો..

રૂપિયે તમે બહું સુખી છો,.
પણ અમીરી સમજવામાં ઘણાં કાચા છો...

ભણેલા તમે બહુ જ્ઞાની છો,.
પણ માણસને સમજવામાં ઘણા કાચા છો...