હૈ પ્રાણદાત ! તુજ, રૂપ અનેક,
હૈ પરમેશ્વર ! તુજ, નામ હજાર...
ઘડીકે રમે પાવો ઘડીકે આયુધ,
ઘડીકે વસે દેવળે ઘડીકે મસીદે...
વગર સરનામે હું ઠેરઠેર ભટકું,
સાદ સંગાથે હું મરજીથી રણકું...
પંચતત્વ તારા સૃષ્ટિને અપર્ણ,
ખંડમાં ભજતો, હું છોડી દર્પણ...
સૂરજ-ચાંદ તારો એક સૃષ્ટિનો,
દરેકનો સૂરજ-ચાંદ-તારો એક છે. તો પછી પ્રાણદાતા અલગ કેવી રીતે હોઈ શકે !!
શું દરેક દેશ અને જાતિ-ધર્મનો સૂરજ-ચાંદો-તારો અલગ છે ?
જે પ્રાણદાતા છે, તેની આરાધનાનો માર્ગ પણ એક જ હોવો જોઈએ. અને તે માર્ગ પંચતત્વ પાસેથી શીખવા મળે છે.અને તેનો પાયો સમદ્રષ્ટિ છે. ધર્મ તમને આરાધનામાં સહાય કરી શકે, પણ પરમપિતા પરમેશ્વર એક જ છે. જેની પાસે આપણે જવાનું છે.....( અસ્તુ )
