રૂપ બદલાઈ ગ્યા,
ગુણ બદલાઈ ગ્યા,
સમય સાથે મન બદલાઈ ગ્યા..
વેશ બદલાઈ ગ્યા
ભાવ બદલાઈ ગ્યા,
સમય સાથે ઈરાદા બદલાઈ ગ્યા..
સીમાડા બદલાઈ ગ્યા,
ખેતર બદલાઈ ગ્યા,
સમય સાથે ક્ષેત્રપાળ બદલાઈ ગ્યા..
શબ્દ બદલાઈ ગ્યા,
લક્ષ બદલાઈ ગ્યા,
સમય સાથે ઘડતર બદલાઈ ગ્યા...
સંબંધ બદલાઈ ગ્યા,
પ્રસંગ બદલાઈ ગ્યા,
સમય સાથે રિવાજ બદલાઈ ગ્યા...
સુખ બદલાઈ ગ્યા
દુ:ખ બદલાઈ ગ્યા
સમય સાથે મગજ બદલાઈ ગ્યા...
સુખ બદલાઈ ગ્યા
દુ:ખ બદલાઈ ગ્યા
સમય સાથે મગજ બદલાઈ ગ્યા...
" જે ખોવાયો છે, તે પહેલા પોતાનું ઘર શોધે,
અને જો ન જડે, તો અંતે બીજે શરણ શોધે "
અને જો ન જડે, તો અંતે બીજે શરણ શોધે "
"એક ભટકેલો બીજા ભટકેલાને શરણ જ આપી શકે "
અંતે એક જ સવાલ :
બીજાને જોઈને આપણે બદલાઈશું,
કે બીજા આપણને જોઈને બદલાશે.
આ અદબ-બદલ એકતરફી જ કેમ ?
અંતે એક જ સવાલ :
બીજાને જોઈને આપણે બદલાઈશું,
કે બીજા આપણને જોઈને બદલાશે.
આ અદબ-બદલ એકતરફી જ કેમ ?
